જામનગર: અધીક મુખ્ય સચિવ સાથે સાંસદ શ્રી પૂનમબેન માડમની ખાસ ટેલીફોન ચર્ચા..

સંસદસત્રમાંથી હાલારના બંને જિલ્લાની આરોગ્ય સુવિધાની જામનગર આવેલા અધીક મુખ્ય સચિવ સાથે સાંસદ શ્રી પૂનમબેન માડમની ખાસ ટેલીફોન ચર્ચા- મીટીંગ
જામનગર અને દેવભૂમિ જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ હાલ નવીદિલ્હી ખાતે સંસદના ચોમાસુ સત્રમા ઉપસ્થિત રહેવા ગયા છે ત્યારે શુક્રવારે મુખ્યમંત્રીશ્રીની સુચનાથી જામનગરની આરોગ્ય સમીક્ષા માટે આવેલા અધીક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે
સંસદસત્રમાંથી ખાસ વચ્ચે થોડો બ્રેક લઇ શ્રી પૂનમબેને હાલારના બંને જિલ્લાની ખાસ સમીક્ષા-સર્વે-જરૂરીયાત બાબતે જરૂરી ટેલીફોનીક ચર્ચા કરી લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અને સુવિધા માટે ના સુચનો સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઝડપથી થાય તેની ભારપુર્વકની છણાવટ સાથે આગ્રહ રાખ્યો હતો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં જામખંભાળીયા-દ્વારકા-જામનગર સહિતની સીવીલ હોસ્પીટલો જેમાં ની કોવિડ કેર હોસ્પીટલ તેમજ વિવિધ રોગોની સારવાર ઓપરેશન આઉટડોર ઇન્ડોર સહિતની આ
સીવીલ હોસ્પીટલોમાં આરોગ્ય સર્વિસ અપાય છે ત્યારે મેડીકલ -પેરા મેડીકલ-એટેન્ડન્ટ-સહાયક સહિતની સ્ટાફ-સુવિધા-ઓક્સીજન-દવા -ઇન્જેક્શન સહિત મેડીસીન અને મેડીકલ ફેસિલીટી -સુચારૂ એડમીનીસ્ટ્રેશન અને જરૂરી તમામ સાધન સુવિધા બાબતે જામનગર આવેલા અધીક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે ટેલીફોનીક વિસ્તૃત ચર્ચા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ નવી દીલ્હીથી કરી હતી અને આ બંને જિલ્લાની સરકારી હોસ્પીટલોને લગત લોકોની સંખ્યાબંધ રજુઆત મળી હોય તે મામલે નિરાકરણનો આગ્રહ રાખવામા આવ્યો હતો
સાંસદસભ્ય શ્રી પૂનમબેન માડમે આ તમામ બાબતો એ અગાઉ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલજી સમક્ષ કરેલી વિસ્તૃત રજુઆતો અને તે સંદર્ભે મળેલા હકારાત્મક પ્રતિભાવ અને તાકીદના જરૂરી પગલાની જે ખાત્રી મળી હતી તે સંદર્ભ ને આ ટેલીફોનીક મીટીંગ મા ખાસ મુદાસર ટાંકી ને જનઆરોગ્યની જરૂરી સુવિધા બાબતે તાત્કાલીક પગલા જનહિતમા જરૂરી હોવાનુ ભારપુર્વક જણાવી મહત્વપુર્ણ બાબતો ઉપર ભાર મુક્યો હતો.