
ગુજરાતમાં એક પછી એક મંદિરોને સોનાથી મઢવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના એક શહેરમાં આવેલી 111 ફૂટ ઉંચી મહાદેવની પ્રતિમાને સોનાથી મઢવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ મહાદેવની મૂર્તિ વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં સ્થાપિત કરવામાં આવી છે અને તેનું નિર્માણકાર્ય વર્ષ 1995માં થયું હતું. ત્યારબાદ 2002માં લોકાર્પણ થયું હતું. હાલ આ મૂર્તિને તાંબાથી કોટિંગ કરવામાં આવી છે પરંતુ હવે આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં મૂર્તિને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મહાદેવની પ્રતિમાને 25 વર્ષ પૂર્ણ થતા સત્યમ શિવમ સુન્દરમ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મૂર્તિને સોનાથી મઢવાની કામગીરી પણ કેટલાક દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે અને વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં મૂર્તિને સોનાથી મઢવાની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઇ જશે.
કુંજન પાટણવાડીયા