
- દર્દી વારંવાર ભાગી જવાની કોશિશ કરતો હતો હોસ્પિટલમાંથી
- પીપીઈ કીટ પહેરેલા બેથી ત્રણ વ્યક્તિ કોરોના દર્દીને જમીન પર પછાડીને માર્યો માર
રાજકોટ સિવિલ હોસ્પિટલની એક ઘટના સામે આવી છે જેમાં પીપીઇ કીટ પહેરેલ 2 3 વ્યક્તિઓ એક દર્દીને માર મારી રહ્યા હતા. એ કોરોના પોજીટીવ દર્દી પોતાનો ઈલાજ કરવામાં આનાકાની કરી રહ્યો હતો અને સાથે જ હોસ્પિટલમાંથી ભાગી જવાની કોશીશો કરી રહ્યો હતો એવામાં ત્યાંના સુરક્ષા સ્ટાફ તેમજ પીપીઈ કીટ પહેરેલા વ્યક્તિઓ તેને પકડીને માર મારવા લાગ્યા હતા.

એક તરફ જ્યાં રાજકોટમાં કોરોનાના અનેક કેસ દરરોજ આવી રહ્યા છે એવામાં કોરોના પોજીટીવ દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી અને શહેરમાં આરામથી ફરવા લાગે એમ વિચારી હોસ્પિટલ સ્ટાફએ તેને રોકવાનો આવો ભદ્દો પ્રયાસ કર્યો હશે.

રાજકોટ સિવિલ હૉસ્પિટલની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૉસ્પિટલની બેડમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે આવા દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક છે. કોરોનાના સંક્રમણને વધારો ન આપી લોકોએ સમજવાની કોશિશ કરવી જોઈએ.