ક્રાઇમદેવભૂમિ દ્વારકા

ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં છે કે પછી ખનીજ માફિયાઓ સાથે વહીવટ ચાલુ છે?

દેવભુમિ દ્વારકા જીલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામથી મોટાપાયે ખનીજ ચોરી પકડી પાડતુ એલસીબી પોલીસ

દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે સરકારી ખરાબા ની જમીન માંથી મોટે પાયે ખનિજ ચોરી ઝડપી પાડી છે. કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી મોટા પાયે ખનીજ ચોરી કરી રહ્યા હોવાનું દ્વારકા એલસીબીને માહિતી પ્રાપ્ત થતાં દ્વારકા એલસીબી દ્વારા એક છટકુ ગોઠવી કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે ખાણ ખનીજના ભૂમાફિયાઓ ને એકાએક ઝડપી પાડેલ આ ખનીજ ચોરીમાં બોકસાઈડ ખનીજ સહિત બે ટ્રકો સાથે ૩૩.૧૦ લાખ ના મુદ્દામાલ સાથે ૩ ઇસમોને ઝડપી ઝડપી પાડતી એલસીબી પોલીસ કલ્યાણપુર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યા બેફામ ખનીજ ચોરીઓ થતી હોય છે અનેકવાર આંખની ચોરીઓ માત્રને માત્ર બારથી પોલીસ આવી આ ખનિજ ચોરી ભૂમાફિયાઓ ને ઝડપી પાડી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કુંભકર્ણ નિંદ્રામાં સુતા હોય તેવું લાગે છે. અને ખાણ ખનીજ વિભાગ અધિકારીઓ અને ભૂમાફિયાઓ બંને વચ્ચેની મિલીભગતથી ખનીજ ચોરી થતી હોય તેઓ સામે આવી રહ્યું છે

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામ ની સરકારી ખરાબાની જમીન સર્વે નંબર ૩૩૦ માં અંદાજિત ૪૩૫ મેટ્રિક ટન ની જેની કિંમત ૬.૭૦ લાખ ની બોક્સાઇડ ની ખનીજ ચોરી થયું હોવાનું સામે આવ્યું છે.

 આ બોક્સ સાહેબ ખનીજ ચોરીમાં બે ટ્રકો સાથે ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને એલસીબી પોલીસ દ્વારા ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 2 =

Back to top button
Close