લાઈફસ્ટાઇલ

ઑફિસમાં કામ કરતી વખતે ગીત સાંભળવું ફાયદાકારક છે, કે નુકશાનકારક ? જાણો,

 મોટાભાગના લોકોને કામ કરતી વખતે ગીતો સાંભળવાની આદત હોય છે.

ઑફિસમાં ગીતો સાંભળવાનું કેટલાય લોકો સારું માને છે. લોકોનું માનવું છે કે તેનાથી પૉઝિટિવ એનર્જી મળે છે. એવું માનવામાં આવે છે કે ગીત સાંભળતાં કામ કરવાથી તેમની એકાગ્ર ક્ષમતા વધે છે.

 ઑફિસમાં તમારું કામ કેવા પ્રકારનું છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે અલગ-અલગ પ્રકારનું સંગીત સાંભળનાર વ્યક્તિ અને એકલા શાંત વાતાવરણમાં રહીને કામ કરનાર વ્યક્તિની સરખામણી કરવામાં આવે તો બંનેના વિચારવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. 

શોધકર્તાઓનું કહેવું છે કે જે લોકો ખુશમિજાજ રીતે સંગીત સાંભળે છે તેઓ વધારે ક્રિયેટિવ હોય છે. તેમની વિચારવાની ક્ષમતા પણ વધારે હોય છે.

આ રિસર્ચનું કહેવું છે કે જો વ્યક્તિ મૂંઝવણમાં છે અથવા કોઇ વસ્તુનું તારણ કાઢવાનું છે તો સંગીત કામમાં આવતું નથી.

આ રિસર્ચનું કહેવું છે કે ગીત ન સાંભળતાં લોકોની સરખામણીમાં ગીત સાંભળતાં લોકો વધારે સારા આઇડિયા આપે છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close