રાષ્ટ્રીયવેપાર

IRCTC 1 લાખ કરોડ રૂપિયા સ્તરને પાર; 10 મી જાહેર ક્ષેત્રની કંપની (PSU) બની..

શેર્સમાં મજબૂતીના કારણે IRCTC નું માર્કેટ કેપ આજે 1 લાખ કરોડ રૂપિયા (એક ટ્રિલિયન) ના સ્તરને પાર કરી ગયું છે. તે આ સિદ્ધિ હાંસલ કરનારી દેશની 10 મી જાહેર ક્ષેત્રની કંપની (PSU) બની છે. આજે તેના શેર લગભગ 8 ટકા વધ્યા છે. આ વર્ષે 2021માં તેણે રોકાણકારોને 337 ટકાનું વળતર આપ્યું છે.

આઈઆરસીટીસી, એસબીઆઈ, ઓએનજીસી, એનટીપીસી, પાવરગ્રીડ, ઈન્ડિયન ઓઈલ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ કાર્ડ્સ અને ભારત પેટ્રોલિયમ પહેલા રૂપિયા 1 લાખ કરોડના માર્કેટ કેપ સ્તરને પાર કરી ચૂક્યા છે. રિલાયન્સ દેશમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે. રિલાયન્સની માર્કેટ કેપ લગભગ 17.40 લાખ કરોડ રૂપિયા છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ જતીન ગોહિલના જણાવ્યા અનુસાર મુખ્ય ટેકનિકલ સૂચકાંકોથી લાંબા ગાળા અને મધ્યમ ગાળામાં શેરમાં તેજીના સંકેતદેખાઈ રહ્યા છે. શેર રૂપિયા 7180 ની ઉંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.

સેન્ક્ટમ વેલ્થના રિસર્ચ ડિરેક્ટર આશિષ ચતુરમોહતાના જણાવ્યા અનુસાર, અન્ય PSU કંપનીઓની તુલનામાં IRCTC ની બિઝનેસ પોઝિશન અલગ છે. તેનોવ્યવસાય ચાર સેગમેન્ટમાં છે, જેમાંથી બે સેગમેન્ટમાં તેનો સંપૂર્ણ ઈજારો છે. IRCTC ની ઈન્ટરનેટ ટિકિટિંગ અને રેલ નીરનો સંપૂર્ણ ઈજારો છે. ચાતુરમોહતાIRCTC માં લાંબા ગાળાના રોકાણ માટે બુલિશ છે, પરંતુ માને છે કે, રોકાણકારો આંશિક નફો બૂક કરીને શેરોમાં તેજીનો લાભ લઈ શકે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − five =

Back to top button
Close