સ્પોર્ટ્સ
IPL2020: મુંબઈની રાજસ્થાન સામે 57 રન થી મોટી જીત

IPL ની 13મી સીઝનની 20મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 57 રને હરાવ્યું. રાજસ્થાન સામે મુંબઈની રનના માર્જિનથી આ સૌથી મોટી જીત છે. આ પહેલા 11 એપ્રિલ 2010ના રોજ જયપુરમાં તેમને 37 રને હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.
194 રનના ટાર્ગેટ નો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 18.1 ઓવર માં, 136 રનમાં ઓલઆઉટ થયું હતું. આ સાથે મુંબઈએ લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેમના માટે જસપ્રીત બુમરાહે શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં 20 રન આપીતા 4 વિકેટ લીધી હતી.