સ્પોર્ટ્સ
આઈપીએલ: દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત..

આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. આ સાથે જ દિલ્હીએ આઈપીએલ 2020માં સતત બીજી વખત જીત મેળવી છે.
આઈપીએલ સીઝન 13ની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 44 રનથી હરાવી દીધું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 175 રન કર્યા હતા. જેમાં ઓપનર પૃથ્વી શોએ સૌથી વધારે 64 રનનું યોગદાન આપ્યું હતું.તેના જવાબમાં ચેન્નઈએ 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. કગીસો રબાડાએ ત્રણ વિકેટ અને એનરિચ નોર્ટજે 2 વિકેટ ઝડપી હતી.આ સાથે, દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.