આઈપીએલ: રાજસ્થાનનો બેટિંગઓર્ડર કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ઘૂંટણીએ પડી ગઈ..

આઇપીએલની 12મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ની ટક્કર થઈ હતી.
કોલકાતાના છ વિકેટે ૧૭૪ રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર રાજસ્થાનની ટીમ નવ વિકેટે ૧૩૭ રન બનાવી શકી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે ખૂબ સરળતાથી 37 રનના અંતરથી મેચ જીતી લીધી હતી. રાજસ્થાનની ટીમની સામે 175 રનનો ટાર્ગેટ હતો પરંતુ સ્મિથ, સૈમસન અને બટલર જેવા સ્ટાર પ્લેયર્સ હોવા છતાંય ટીમ માત્ર 137 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.

રાજસ્થાને આ સીઝનની પોતાની પહેલી બે મેચ શારજાહના મેદાન પર રમી. બંને મેચ રાજસ્થાને જીતી. પરંતુ જ્યારે શારજાહ છોડીને દુબઈ જેવા સ્ટેડિયમમાં પહોંચ્યા’ શારજાહનું મેદાન નાનું છે અને ત્યાં ફોર-સિક્સર મારવી સરળ છે જ્યારે દુબઈમાં સ્થિતિ બિલકુલ ઉલટી છે. અહીં રાજસ્થાનના બેટ્સમેન ફસાઈ ગયા અને શોટ મારવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠા.

કોલકાતાની સામે રાજસ્થાનના બેટ્સમેન બિન જવાબદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને સ્મિથે બીજી જ ઓવરમાં પિટ કમિન્સની બોલિંગમાં મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો અને તે માત્ર 3 રને આઉટ થઈ ગયો. કંઈક આવું જ સંજૂ સૈમસને પણ કર્યું અને તે 8 રને આઉટ થઈ ગયો. રાજસ્થાનના તમામ બેટ્સમેનોએ અતિ આક્રમક્તા દર્શાવવાનો પ્રયાસ કર્યો, જેનું પરિણામ પાંચ વિકેટ આંઠ ઓવર પહેલા જ ગુમાવી દીધી અને મેચ તેમના હાથમાંથી સરકી ગઈ.
નરેનને બાદ કરતાં રાજસ્થાનની વિરુદ્ધ શિવમ માવીએ 4 ઓવરમાં 20 રન આપીને બે વિકેટ, નાગરકોટીએ 13 રન આપીને 2 વિકેટ અને કરણ ચક્રવર્તીએ 25 રન આપીને 2 વિકેટ ઝડપી. કુલદીપ યાદવ અને પેટ કમિન્સે 1-1 વિકેટ ઝડપી.