સ્પોર્ટ્સ
આઈપીએલનો કાર્યક્રમ જાહેર

પ્રથમ મેચમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ટક્કર
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આઈપીએલની 13મી સીઝનનો પ્રારંભ ધોની અને રોહિતની સેનાની ટક્કર સાથે થવાનો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ નો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.

