આઇપીએલ: મુંબઈ ઈન્ડિયન્સનો કિંગ્સ ઈલેવન પંજાબ સામે શાનદાર પ્રદર્શન કરતા મુંબઈનો 48 રને ભવ્ય વિજય..

અબુ ધાબી સ્ટેડિયમમાં થયેલ પ્રથમ ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 70 રન અને કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની શાનદાર ઇનિંગના જોરે મુંબઈએ પંજાબની સામે 192 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેન્ટિસનની ઘાતક બોલિંગ આગળ પંજાબની ટીમ લાચાર જોવા મળી અને 20 ઓવરમાં આઠ વિકેટ પર માત્ર 143 રન જ બનાવી શકી.
192 રનના લક્ષ્યની શરૂઆત કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવી હતી. ટીમને પ્રથમ ઝટકો 38 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. અગ્રવાલ (25)ને બુમરાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કરૂણ નાયર (0)ને ક્રુણાલ પંડ્યાએ આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 60 રન હતો ત્યારે કેએલ રાહુલ (17)ને રાહુલ ચાહરે બોલ્ડ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી શેલ્ડન કોટ્રેલ, મોહમ્મદ શમી અને કૃષ્ણપ્પા ગૌતમે એક-એક વિકેટ ઝડપી હતી.