IPL: સૌથી વધુ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતનાર બેટ્સમેન..

રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ મેન ઓફ ધ મેચ જીતનાર ખેલાડીઓમાં ચોથા સ્થાને છે. અત્યાર સુધી 188 આઈપીએલ મુકાબલામાં રોહિત શર્માએ 17 મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે. મુંબઈની ટીમ રોહિતની આગેવાનીમાં ચાર વખત ચેમ્પિયન પણ બની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા વિદેશી ખેલાડીઓનો દબદબો રહ્યો છે. દર વર્ષે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટની શાનમાં વધારો કરે છે. તો આઈપીએલના અનેક રેકોર્ડ પણ આ વિદેશી ખેલાડીઓના નામે નોંધાયેલા છે. આઈપીએલમાં દર્શકો બેટ્સમેનને રમતા જોવા વધુ પસંદ કરે છે. આજ કારણે આઈપીએલને બેટ્સમેનોની ટૂર્નામેન્ટ કહેવામાં આવે છે. બેટિંગ દરમિયાન ઘણા બેટ્સમેનોના ફ્લોપ પ્રદર્શનથી દર્શકો નિરાશ પણ થાય છે. મોટા ખેલાડી પાસે તેના ફેન્સને વધુ આશા હોય છે. આજ કારણ છે કે ક્યારેક ખરાદ પ્રદર્શન બાદ દર્શકો પોતાના પસંદગીના ખેલાડીની ટીકા કરે છે. તો મેચમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે છે.