સ્પોર્ટ્સ

આઇપીએલ: કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરી હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે…

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે 7 વિકેટે જીતી લીધી છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને 7 વિકેટે પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. મેચમાં સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં કોલકત્તાની ટીમે યુવા બેટ્સમેન શુભમન ગિલની અડધી સદીની મદદથી કોલકત્તાએ 18 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. શુભમન ગિલ 62 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન બનાવી અણનમ રહ્યો હતો. તો મોર્ગને 29 બોલમાં 3 ચોગ્ગાઅને 2 છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા. ગિલ અને મોર્ગને 92 રનની પાર્ટનરશિપ કરીને ટીમને જીત અપાવી હતી. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close