સ્પોર્ટ્સ

આઇપીએલ: રાહુલના વાવાઝોડામાં ઉડ્યું બેંગ્લોર..

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી છઠ્ઠી આઈપીએલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 97 રનથી હરાવી દીધી હતી. પંજાબે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 206 રન કર્યા હતા. 207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 17 ઓવરમાં 109 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે 30 રન અને એબી ડિલિવિયર્સ 28 રન બનાવ્યા હતા. રાહુલે 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સની મદદથી 132 *રન કર્યા. આ લીગમાં ભારતીય દ્વારા સૌથી મોટો સ્કોર છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =

Back to top button
Close