સ્પોર્ટ્સ
IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબને 69 રને હરાવ્યું

IPLની 13મી સીઝનની 22મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 69 રને હરાવ્યું. આ પહેલા ગયા વર્ષે હૈદરાબાદે પંજાબને 45 રને હરાવ્યું હતું. પંજાબ સામે હૈદરાબાદની આ સૌથી મોટી જીત છે.
દુબઈમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ 16.5 ઓવરમાં 132 રનમાં ઓલઆઉટ થયું હતું. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જોની બેરસ્ટોએ 97 રન બનાવ્યા. જ્યારે રાશિદ ખાને 3 વિકેટ લીધી.