
વિરાટ કોહલીની કેપ્ટનસી માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્રોફી જીતવાનું સપનું આ વખતે પાછું આધુરું રહી ગયું છે. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી ગયું છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને આરસીબીના કેપ્ટન પદ પરથી હટાવવો જોઇએ. છેલ્લા 8 વર્ષ થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું હરતું આવી રહ્યું છે. ગૌતમ ગભીર વિરાટ ની કેપ્ટનસી થી ખુશ નથી.

ગૌતમે વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.”મને બીજા કેપ્ટન વિશે કહો. જો તમે કેપ્ટનને પણ છોડી દો, તો પછી કોઈપણ એવા ખેલાડી વિશે કહો જે 8 વર્ષથી ખિતાબ જીત્યા વિના ટીમમાં સ્થાન બનાવી રહ્યો હતો.અને બીજી ગભીરે રોહિત ના વખાણ કર્યા છે.

ગંભીરએ કપ્તાની મામલામાં કિંગ્સ ઇલેવન પંજાબનું ઉદાહરણ આપ્યું હતું. પૂર્વ ખેલાડીએ કહ્યું કે, કિંગ્સ ઇલેવન પંજાબ પર નજર નાખો, અશ્વિન બે સિઝનમાં જીતી શક્યો નહીં અને તેને હટાવ્યો. રોહિત શર્મા પાંચમી વખત મુંબઈ ઈન્ડિયન્સને બિરુદ મળવાની નજીક છે, તેથી તે કેપ્ટન પદ પર છે.