સ્પોર્ટ્સ
IPL 2020: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સની હાર, 46 રનથી હાર્યું

IPLની 13મી સિઝનની 23મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે શારજાહમાં રમાઈ હતી. આ મેચને દિલ્હીએ 46 રને જીતી લીધી. 185 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતી રાજસ્થાનની ટીમ 19.4 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. રાજસ્થાનની આ ચોથી હાર છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 8 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતા.