સ્પોર્ટ્સ
IPL 2020: સીઝનનો સૌથી મોટો ટાર્ગેટ આપીને દિલ્હી કેપિટલ્સ જીત્યું

IPL 2020ની 16મી મેચમાં દિલ્હી કેપિટલ્સે શારજાહમા કોલકાતા નાઈટ રાઈડર્સને 18 રને હરાવ્યું. દિલ્હીએ કોલકાતાને સીઝનનો સૌથી મોટો 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 210 રન જ કરી શક્યું હતું. કોલકાતાની આ બીજી હાર છે, દિલ્હી આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે.
કોલકાતા માટે નીતીશ રાણાએ 58, ઓઇન મોર્ગને 44 અને રાહુલ ત્રિપાઠીએ 36 રન કર્યા. દિલ્હી માટે એનરિચ નોર્ટજેએ 3 અને હર્ષલ પટેલે 2 વિકેટ લીધી.