
- ઉદ્યોગપતિઓના એકાઉન્ટ હેક કરી કરોડો રૂપીયા ટ્રાન્સફર કરતી નાઇજીરીયન ગેંગની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલતી તપાસમાં સ્ફોટક વિગતો ખુલી
- રાજકોટના નેવીલ શુકલા અને રાકેશ માલવીયા બોગસ બીલીંગકાંડમાં અગાઉ લોકઅપની હવા ખાઇ ચુકયા છે
રાજકોટ: સુરતની ભટાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક એકાઉન્ટ ધરાવતા કંપની માલીકના એકાઉન્ટમાંથી ૧.૭૧ કરોડ રહસ્યમયી રીતે ટ્રાન્સફર થયાના પગલે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે તાકીદે પગલા લેવડાવી સુરત ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી આર.આર.સરવૈયાની આગેવાની હેઠળ ટીમે સપાટો બોલાવી બિલ્ડર પરેશ પટેલની યુનિક ક્ધસ્ટ્રકશન કંપનીનું ખાતુ હેક કરનાર નાઇજીરીયન ગેંગના સાથીઓ સાથે રાજકોટનું કનેકશન નિકળ્યું છે.
નાઇજીરીયન ગેંગનો મુખ્ય એજન્ટ રાજકોટના નેેવીલને આ કાર્ય માટે ૫ ટકા તથા પેટા એજન્ટ ર ટકા કમીશન આપતા રાજકોટના રાકેશ માલવીયા એજન્ટ ઉપરાંત ફિલ્ડનું કાર્ય સંભાળી રહયાનું વાતચીતમાં સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.
અજયકુમાર તોમરે વિશેષમાં જણાવેલ કે , ગુજરાતમાંથી કેટલાક યુવકોને મોટા કમીશનની લાલચ આપનાર અને મહત્વની ભુમીકાઓ ભજવનાર નેવીલ શુકલા તથા રાકેશ માલવીયા મૂળ રાજકોટના રહીશ હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના બે યુવાનો ભુતકાળમાં પણ જીએસટીના બોગસ બીલો બનાવવાના આરોપસર ભાવનગરમાં ઝડપાયેલ. એક શખ્સે તો જેલની હવા પણ ખાધી હતી.
નાઇજીરીયન ગેંગના સભ્યો દેશમાં રહી તેમના નાઇજીરીયન ખાતેના આકાઓને વિવિધ ઉદ્યોગપતિઓની માહીતી તથા બેંક એકાઉન્ટ વિગતો મેળવી આપતા હતા. સાયબર માફીયાઓ નાઇજીરીયન ગેંગની કરતુતોમાં મદદ કરનારાઓને ખુબ જ મોટા કમીશનની લાલચો આપતા હતા. ઇમરાન કાજી નામનો આરોપી વડોદરા તથા મુંબઇમાં પણ ચીટીંગના ગુન્હામાં પોલીસ લોકઅપની હવા ખાઇ ચુકયો છે.