આઉટબોટ એન્જીન કૌભાંડમાં દ્વારકાના કુખ્યાત શખ્સની સંડોવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરે માછીમારી બોટમાં લગાડવામાં આવતાં આઉટ બોટ એન્જીનનું મસમોટું કૌભાંડનો દ્વારકા પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં દ્વારકાના કુખ્યાત શખ્સ મનસુખ નાથાલાલ બારાઇ (મન્યો) સહિતના ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આ નેટવર્ક કેવી રીતે અને કયારથી ચલાવવામાં આવતું હતું તેમજ આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ હતા ? તેની તપાસ દ્વારકાના પીએસઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મનસુખ નાથાલાલ બારાઇ (મન્યો) અગાઉ પણ આવા અનેક ગોરખધંધાઓમાં સંડોવણીના કારણે પાસા હેઠળ બબ્બે વખત જેલની હવા ખાઇ ચુકયો છે. ફરીથી આ આઉટબોટ એન્જીન કૌભાંડમાં તેની સંડોવણી ખુલતા દ્વારકા સહિતના વિસ્તારોમાં આ બનાવ ટોક ટુ ટાઉન બન્યો છે. તેમજ આ સમગ્ર પ્રકરણને દબાવી દેવા માટે પણ એડી ચોટીનું જોર પણ અજમાવી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણ બાબતે તપાસનીય અધિકારી ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત ૨૪ ન્યુઝને વિગતો આપતા જણાવ્યું કે હાલ યામાહા કંપનીની ચાર આઉટલેટ એન્જીનો શક પડતી મિલકતો અન્વયે જપ્ત કર્યા છે. અને આ એન્જીનો કદાચ દક્ષીણ ભારતમાંથી ખરીદ કર્યા હોય તેવું હોય શકે. આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત ૨૪ ન્યુઝને જાણવા મળેલ વિગત મુજબ કોસ્ટલ એરીયાના માછીમારોને માછીમારી કરવા માટે આઉટબોટ ખરીદ કરવા માટે રાજય અને કેન્દ્ર સરકાર સહાય આપતી હોય છે. જેથી આ પ્રકરણમાં નવયુકત એસપી જાતે તપાસ હાથ ધરે તો મસમોટા કૌભાંડનો પર્દાફાશ થાય અને અનેકના પગ નીચે રેલો આવે તેમ છે. હાલ તો આ પ્રકરણને દબાવી દેવા માટે મન્યા બારાઇ દ્વારા એડી ચોટીનું જોર અજમાવી રહ્યો છે.
હવે એ જોવાનું રહ્યું કે આમાં એ સફળ થાય છે કે પછી કારવાસમાં જવાનો વારો આવશે.?