ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ એસોશીએશન ગુજરાત રાજયની શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ..

કોરોનાની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધેલ છે ત્યારે
આ મહામારીને નાથવા સમગ્ર ભારતનું વહીવટીતંત્ર કમર કસી રહયું છે તેમાં સરકારના
વિવિધ વિભાગના કર્મચારીઓનો મોટો ફાળો રહયો છે.
કોરોનાની મહામારીના કપરા સમયમાં ફરજ અદા કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ એસોશીએશન ગુજરાત રાજયની શાખા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઈન્ટરનેશનલ હયુમન રાઈટસ એસોશીએશનના ગુજરાત રાજયના ઉપપ્રમુખ મનસુખભાઈ ખાંભલા, એકઝીકયુટીવ મેમ્બર શીતલભાઈ વિઠલાણી, રાજેશ દવે, કીશન ચાનપા દ્વારા દ્વારકા બ્લોક હેલ્થ ઓફીસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરજકરાડી, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર વરવાળા, તાલુકા પંચાયત દ્વારકાના આશરે ૧૫૦ જેટલા કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે સન્માનિત કર્મચારી ગણે યુમન રાઈટસ સંસ્થાનો આભાર વ્યકત કરેલ.