દ્વારકા તાલુકામાં છેલ્લા ૧૫ દિવસથી કોરોના વાયરસ સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગના સહયોગથી સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..

દ્વારકા તાલુકામાં છેલ્લા ૧૫ દિવસથી કોરોના વાયરસ સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગના સહયોગથી સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેમાં કુલ ૫ ધન્વંતરી રથ મારફતે દ્વારકા શહેર ,ઓખા શહેર તેમજ જુદા જુદા ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવા પહોંચી રહી છે.વધુમાં આ રથ દ્વારા સ્થળ પર જ કોરોના વાયરસ અંગે તપાસ કરવામાં આવી રહ્યુ છે અને ગંભીર લક્ષણો વિનાના દર્દીને હોમ એસોલેશન પર રાખી આરોગ્ય કીટ આપવામાં આવી રહી છે. જૂની નગરપાલિકા ખાતે વેપારી, શાકભાજી અને ફળો વેચનાર ,હોમગાર્ડના કર્મચારીઓ, ડેરી સંચાલકો, ડ્રાઇવર વગેરે કે જેને સુપરસ્પ્રેડર કહે છે એમની દરરોજ તપાસ કરી અને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જગતમંદિરે તેમજ જૂની નગરપાલિકા એ અને ધન્વંતરિ રથમાં આયુર્વેદિક રોગપ્રતિકારક ઉકાળો પણ સ્થળ પર જ લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે એમ તાલુકા હેલ્થ ઓફિસશ્રી દ્વારા જણાવવામાં આવેલ તેમજ જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર વી પટેલ દ્વારા અહીંની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.