આ જિલ્લામાં CHC અને ITI ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવા સૂચના અપાઈ..

સુઇગામ ખાતે જિલ્લા પ્રભારી વિજય નેહરાએ મુલાકાત કરી.
CHC અને ITI ખાતે કોરોના કેર સેન્ટર શરૂ કરવા સૂચના અપાઈ.
બનાસકાંઠા જિલ્લા પ્રભારી IAS વિજય નેહરાએ સરહદી સુઇગામ તાલુકાની મુલાકાત લીધી હતી, હાલે કોરોનાની વિકટ સ્થિતિમાં તેમણે રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ગામ અગ્રણીઓ વિહાજી રૂપાણી, રામજીભાઈ રાજપૂત, તેમજ રામસિંગભાઈ રાજપુતે CHCમાં આરોગ્ય સ્ટાફ કોરોના પોઝિટિવ હોઈ ગેરહાજર રહેવાની રજુઆત કરતાં જિલ્લા પ્રભારીએ આવતી કાલથી તમામ સ્ટાફ ફરજ પર હાજર થવાની સૂચના આપી હતી.
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
વળી CHCમાં 15 થી 20 બેડ સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરવા સૂચના અપાઈ હતી, આગેવાનો ની રજુઆત ના પગલે જલોયાથી ખસેડી સુઇગામ ખાતે નવીન બનેલ ITI માં 50 બેડ સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરવાની પણ તંત્રને સૂચના આપી હતી, આ પ્રસંગે સુઇગામ SDM નવલદાન ગઢવી,આસી. THO ડો.જનકસિંહ બોડાણા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા,
રિપોર્ટ,રાજુજી ઠાકોર,સુઇગામ, બનાસકાંઠા