ગુજરાત
ગાંધીધામમાં બાઇક અને છકડા વચ્ચે એક્સિડન્ટ થતા છકડા ચાલકને ઇજા.

ગાંધીધામના ૯બી વિસ્તારમાં મીનરલ વોટર પાણીનો સપ્લાય કરતા છકડા ચાલકને ૮૦૦ કવાટર વિસ્તારમાં ફુલ સ્પીડમાં આવી રહેલી બાઈકે ટક્કર મારતા બને ને થોડી થોડી ઈજા પહોંચી હતી.
પોલીસ મથકે ગણેશભાઈ સરીયાલાએ આરોપી ડીલક્ષ હોન્ડા મોટર સાઈકલ ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવતા જણાવ્યું હતું કે રવિવારના તે પોતાનો છકડો લઈને ૮૦૦કવાટરમાં ઉભો હતો ત્યારે ફુલ સ્પીડમા બાઈક ચાલકે બાઈક અથડાવી દીધી હતી,
જેના કારણે ફરિયાદીને ફ્રેકચર, અને થોડી થોડી ઈજાઓ પહોંચી હતી. આરોપી ફરિયાદીને કારમાં ચડાવીને ચાલ્યો ગયો હતો, જેણે આપેલા મોબાઈલ નંબરના આધારે ફરિયાદ નોંધાવાઈ હતી.