રાષ્ટ્રીય
ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની

200 અબજ ડોલરથી વધુ માર્કેટ કેપિટલ ધરાવતી પ્રથમ ભારતીય કંપની બની
માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતની નંબર વન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે વિશ્વની 40મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. RIL 200 અબજ ડોલર માર્કેટ કેપિટલ વેલ્યુની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કંપની છે. RILએશિયાની ટોચની 10 સૌથી કિંમતી કંપનીઓમાં શામેલ છે રિલાયન્સે 150 અબજ ડોલરની માર્કેટ કેપને પાર કર્યા બાદ 60 દિવસના ટૂંકા ગાળામાં રોકાણકારોનું મૂલ્ય 60 અબજ ડોલર વધાર્યું છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં ટેલિકોમ, આઇટી અને ઇકોમર્સ બિઝનેસ તરફ સારું ધ્યાન આપ્યું છે. આકાશ અને ઈશા અંબાણીએ પણ પિતાના ડગલે આગળ વધતા જીઓના લોન્ચિંગ અને સક્સેસ પાછળ સારું યોગદાન આપ્યું હતું.