
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જેનું ઈ લોકાર્પણ કરવાના છે તેવી યુ એન મહેતા હોસ્પિટલ 470 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે
નવી બનેલી હાર્ટ હોસ્પિટલની ખાસિયતો
સિવિલ કેમ્પસમાં રૂપિયા 470 કરોડના ખર્ચે નવી હાર્ટ હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં બેડની સંખ્યા 450થી વધારીને 1251 સુધી કરવામાં આવી છે. 8 માળની આ હોસ્પિટલની બિલ્ડીંગમાં 8 લાખ ચોરસફુટમાં આધુનિક બાંધકામ કરાયું છે. ઉપરાંત તેમાં વીજળીની બચત થાય તેનું પણ ધ્યાન રખાયું છે.

હોસ્પિટલમાં બાળકોનાંહૃદય રોગમાટેની ખાસ હોસ્પિટલ, અદ્યતન પીડિયાટ્રિક, નિયોનેટલ વોર્ડ, એડલ્ટ કાર્ડિયાક મોડ્યુલર ઓપરેશન થિયેટર, હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ મિનિમલ ઇન્વેન્સીવ, અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઇલેક્ટ્રોફીજીયોલોજી, હાઈટેક ન્યુમેટિક ટ્યુબ સિસ્ટમ, નવા અદ્યતન સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ, એડવાન્સ કાર્ડિયાક આઈ.સી.સી.યુ. ઓન વ્હીલ, ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લિકેશન, મિકેનિકલ એલિવેટર કાર પાર્કિંગ નો સમાવેશ થાય છે.
પહેલા ફેબ્રુઆરી મહિનામાં તેનું ઉદ્ધાટન થવાની સંભાવના હતી, પરંતુ લોકડાઉનના કારણે તે પાછળ થઈ ગયું. ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા આ બિલ્ડીંગમાં જ કોરોના વોર્ડ પણ શરૂ કરાયો હતો.