ટેકનોલોજી

ભારતીયો પહેલાં કરતા મોબાઇલ એપ્સ પર 30 ટકા વધુ સમય પસાર કરે છે: રિસર્ચ

Covid-19 મહામારીને કારણે લોકો ઘરે બેઠા કામ કરી રહ્યા છે અને મિત્રો, પરિવાર સાથે મોબાઇલ પર જ વાતચીત કરતા હોય છે તેવામાં Android ફોન અને iPhone પર મોબાઇલ એપનો ઉપયોગ વિશ્વભરમાં વધ્યો છે. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પ્રતિમાસ મોબાઈલ એપ પર સમય ગાળવાના સમયમાં 25 ટકાનો વધારો નોંધાયો હતો. લોકો પ્રતિમાસ 180 અબજ કલાક જેટલો સમય મોબાઇલ એપ પર પસાર કરી રહ્યા છે.

વિશ્વમાં ટિકટોક એપ સૌથી વધુ સંખ્યામાં લાઉનલોડ થઇ રહ્યું છે. જોકે યૂઝર્સ મહદ સમય ડેટિંગ એપ, ટિકટોક અને ટિન્ડર પર પસાર કરતા હોય છે. જોકે આ ત્રણેય એપ પર ભારતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રાહકો 33 અબજ જેટલા એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ગૂગલ પ્લે સ્ટોરના ડાઉનલોડિંગમાં 10 ટકા તો iOSના ડાઉનલોડિંગમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ગૂગલ પ્લે સ્ટોરનું સૌથી વધુ ડાઉનલોડિંગ ભારત અને બ્રાઝિલમાં નોંધાયું છે. તો અમેરિકા અને ચીનમાં iOS એપના સૌથી મોટા બજાર બની રહ્યા છે.

યૂઝર્સ માત્ર એપ ડાઉનલોડ નથી કરી રહ્યા પરંતુ વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં એપ ખરીદીમાં પણ ઉછાળો આવ્યો છે. એપ ખરીદી પાછળ ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 2.04 લાખ કરોડ અર્થાત 28 અબજ ડોલર ખર્ચી ચૂક્યા છે. ગેમિંગ એપની ખરીદી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close