રાષ્ટ્રીયવેપાર

ભારતીય રેલવે આ કંપનીઓને લીઝ ઉપર ટ્રેન આપશે કંપની પોતાની મરજી મુજબના ભાડાં નક્કી કરી શકશે..

આગામી દિવસોમાં દેશના લોકોને ખાનગી કંપનીઓ દ્વારા દોડાવાતી ટ્રેનો પણ જોવા મળશે. ભારતના રેલ્વે મંત્રી અશ્વિનિ વૈશ્નવ દ્વારા મંગળવારે શરૂ કરાયેલી ભારત ગૌરવ સેવા અંતર્ગત જે કંપનીઓને કેટલીક ચોક્કસ થીમ આધારિત દેશના વિવિધ ટુરિસ્ટ સર્ટિક રૂટ ઉપર ટ્રેનો દોડાવવી હશે તો ભારતીય રેલ્વે તેઓને ટ્રેન લીઝ ઉપર આપશે, અને તે સાથે તેઓને પોતાની મરજી મુજબના ભાડાં નક્કી કરવાની અને મુસાફરોને તેની ઇચ્છા મુજબની સુવિધા ાપવાની પમ મંજૂરી આપવામાં આવશે.

ભારતીય રેલ્વેએ આ સેવાને સંપૂર્ણ સફળ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કેમ કે તેના દ્વારા અત્યારથી જ 190 ટ્રેનો અલગથી ફાળવી દેવામાં આવી છે. આ ટ્રેનો ફક્ત કોઇ ચોક્કસ થીમ આધારિત ટુરિસ્ટ સર્કિટ ઉપર જ દોડાવી શકાશે.

યાદ રહે કે ભારતીય રેલ્વેએ આ સેવા શરૂ કરતાં પહેલાં કેટલીક ગુડ્સ ટ્રેનને પણ ખાનગી કંપનીઓને લીઝ ઉપર આપવાની યોજના તરતી મૂકી હતી, ત્યારબાદ કેટલીક પેસેન્જર ટ્રેનોને પણ ખાનગી કંપનીઓને લીઝ ઉપર આપવાની સેવા શરૂ કરી હતી, હવે આ એવી ત્રીજી સેવા છે જે કેટલાંક ચોક્કસ ટુરિસ્ટ સર્કિટ માટે શરૂ કરાઇ છે. 

આ કોઇ રેગ્યુલર ટ્રેનો નહીં હોય જે નિર્ધારિત ટાઇમ-ટેબલ મુજબ દોડતી હશે. આ થઈમ આધારિત 190 ટ્રેનો માટે અમે 3033 જેટલા કોચ પણ અલગ રાખ્યા છે. પેસેન્જર અને ગુડ્સ ટ્રેન બાદ હવે અમે ટુરિઝમના ક્ષેત્રમાં પણ ભારત ગૌરવની ટ્રેનો દોડાવીશું.

આ ટ્રેનો ભારતના ગૌરવશાળી ઐતિહાસિક વારસાનું અને ભારતીય સંસ્કૃતિનું જાહેરમાં પ્રદર્શન કરશે. આ સેવાનો લાભ લેવા અમે આજથી જ રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી આમંત્રણ પત્રો મંગાવવાના શરૂ કરી દીધા છે એમ રેલ્વે મંત્રી અશ્વિની વૈશ્નવે આ યોજનાની શરૂઆત કરતાં મંગળવારે કહ્યું હતું.

કેટલીક વિખ્યાત ટુરિસ્ટ સર્કિટ ઉપર લીઝ ઉપર ટ્રેન દોડાવવા દેશનો કોઇપણ નાગરિક, ટુર ઓપરેટર, સોસાયટી, ટ્રસ્ટ, કેટલીક કંપનીઓ અથવા ટુર ઓપરેટરોનું બનેલું જૂથ કે પછી રાજ્ય સરકારો અરજી કરી શકશે. હાલમાં ઓરિસ્સા, રાજસઅથાન, કર્ણાટક અને તામિલનાડુની રાજ્ય સરકારોએ આ યોજનામાં પોતાનો રસ દાખવ્યો છે એમ રેલ્વે મં6ીએ ઉમેર્યું હતું.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × four =

Back to top button
Close