રાષ્ટ્રીય

ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાન બંનેનો મુકાબલો કરવા માટે તૈયારઃ IAF ચીફનો હુંકાર

વાયુસેના પ્રમુખે કહ્યું છે કે ભારત, ઉત્તર ભારતમાં બંને મોરચે યુદ્ધ કરવા માટે તૈયાર છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ચીન અને પાકિસ્તાન બંનેનો મુકાબલો કરવા માટે તૈયાર છે. ચીન સાથેના તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે આવ્યા બાદથી જ બંને દેશોની વચ્ચે તણાવ ઉગ્ર બન્યો છે.

વાયુસેનાના પ્રમુખ આર કે એસ ભદૌરિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે વાયુસેનામાં રફાલના સામેલ થયા બાદથી વાયુસેનાની તાકાત અનેકગણી વધી ગઈ છે. રફાલ આવ્યા બાદ દુશ્મનોમાં પણ તેનો ડર છે. તે આપણે ભવિષ્યમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને મજબૂત કાર્યવાહી કરી શકીશું.

આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અનેક અન્ય તાકાતવાન હથિયાર વાયુસેનાની તાકાત બનશે.જ્યાં સુધી અમારી ક્ષમતાનો સવાલ છે તો તે ઘણી મજબૂત છે. વાયુસેનાને જરૂર લાગે છે ત્યાં તુરંત વિમાનો તૈનાત કરી દે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close