આંતરરાષ્ટ્રીય

ભારતે ચીનના 60 સૈનિકોને ઢાળી દીધા હતાઃગલવાન ઘાટીમાં

ભારત અને ચીન વચ્ચે ઘણા દિવસોથી સરહદ વિવાદ શરૂ છે.

  અમેરિકન અખબાર ન્યૂઝવીકના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ચીનના આશરે 60 સૈનિકો માર્યા ગયા હતા, ભારતીય સેના પીએલએ પરભારે પડી હતી. ગલવાનમાં થયેલી કાર્યવાહી બાદ ચીન ડરી ગયું છે. જાણકારી મુજબ, બ્લેક ટોપ અને હેલ્મેટ ટોપની આસપાસ ચીન ગતિવિધિ વધારી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં ચીનનો કેમ્પ પણ જોવા મળી રહ્યો છે.

ગલવાનમાં બહાદુરીથી લડ્યા ભારતીય જવાનો
ગલવાનમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં બન્ને દેશમાં 40 વર્ષ પછી પહેલી ખતરનાક અથડામણ થઈ હતી. વિવાદિત વિસ્તારમાં ઘૂસવું એ ચીનની જૂની આદત છે. બીજી બાજુ, 1962ની હારથી લકવાગ્રસ્ત થઈ ચૂકેલી ભારતીય લીડરશિપ અને જવાન સુરક્ષાત્મક રહે છે, પરંતુ ગલવાનમાં આવું નહોતું થયું. અહીં ચીનના ઓછામાં ઓછા 43 સૈનિકોનાં મોત થયાં હતાં. પાસ્કલે જણાવ્યું હતું કે આ આંકડો 60ની પાર થઈ શકે છે.

ચીન ફિંગર એરિયાને લઈ અડગ છે. ચીની સેના ફિંગર-4થી હટવા તૈયાર નથી. સૂત્રોની કહેવા મુજબ, ચીનની સેનાએ દાવો કર્યો છે કે ફિંગર 5 થી ફિંગ 8 સુધી તેમણે 1999માં સડક બનાવી હતી. તેથી આ વિસ્તાર તેમનો છે.

ભારતનો આરોપ છે કે ચીને આમ કરીને બંને દેશો વચ્ચે એલએસીની શાંતિને લઈ થયેલી સમજૂતીનો ભંગ કર્યો છે. ફિંગર-5 સુધી કેમ્પ બનાવીને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સ્ટેટસ બદલવાની કોશિશ કરી છે. બંને દેશો વચ્ચે થયેલી શાંતિ સમજૂતી અંતર્ગત એલએસી પર મંજૂરી વગર કોઈપણ પ્રકારનું ‘બોર્ડર ફોર્ટિફિકેશન’ કરી શકાતું નથી.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 − one =

Back to top button
Close