ભારત: ચીનને જવાબ આપવાની તૈયારી.

ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો ઉત્તમ નમૂનો સોમવારે અરબી સમુદ્રમાં જોવા મળ્યો હતો જ્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ એ યુએસ નેવીના ટેન્કરમાંથી ઇંધણ લીધું હતું.
છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. બંને દેશોએ 2018 માં અન્ય સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, COMCASA એટલે કે કોમ્યુનિકેશન કોમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ પર જે સહી કરી છે
બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરાર અનુસાર બંને દેશો એક બીજા સાથે સંકલનથી કામ કરશે અને એક બીજાના પાયાનો ઉપયોગ પણ કરશે. આ જોગવાઈઓ હેઠળ એક ભારતીય યુદ્ધ જહાજ સોમવારે ઉત્તર અરબી સમુદ્રમાં અમેરિકન નેવીના ટેન્કર યુકોનમાંથી ઇંધણ ભર્યું. 2016માં ભારત અને અમેરિકાએ લોજિસ્ટિક્સ એક્સચેંજ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના અંતર્ગત બંને સૈન્ય સમારકામ અને સેવા સંબંધિત અન્ય જરૂરિયાતો માટે એક બીજાના બેઝનો ઉપયોગ કરશે. ભારતે ફ્રાન્સ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે પણ આવો કરાર કરેલો છે.

આ વર્ષે જુલાઈમાં ભારતીય નૌસેનાએ યુએસ નેવી કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપની સાથે અંદમાન-નિકોબારમાં સૈન્ય અભ્યાસ કર્યો હતો.

તેમાં અમેરિકાની તરફથી પરમાણુ તાકાતથી લેસ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિટ્જ એ પણ ભાગ લીધો હતો. યુએસએસ નિમિટ્ઝ એ વિશ્વનું સૌથી મોટું જંગી જહાજ છે. આ સૈન્ય અભ્યાસમાં ઇન્ડિયન નેવીના 4 જંગી જહાજોએ પણ ભાગ લીધો હતો.