UNમાં ભારત ECOSOC નું સભ્ય બન્યું.

મોદી સરકારની વધુ એક સિદ્ધિ.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી છે.
UNમાં ચીનને મોટો ઝટકો, તેમને અડધા મત પણ ન મળ્યા.ટીએસ મૂર્તિએ કહ્યું કે, પ્રતિષ્ઠિત ECOSOC શાખામાં ભારતે સીટ જીતી છે. ભારતની કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે . ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનની પછાડીને ભારતની આર્થિક અને સામાજિક પરિષદની સંસ્થા યુનાઈટેડ નેશનના કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે પસંદગી થઈ છે.

જે આપણા તમામ પ્રયત્નોમાં લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આપણી પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ સમર્થન છે.
ભારત, અફઘાનિસ્તાન અને ચીને કમિશન ઓફ સ્ટેટસ ઓફ વુમન માટે ચૂંટણી લડી હતી. જેમાં ભારત અને અફઘાનિસ્તાન ને 54 સભ્યો સાથે મતદાનમાં જીત મેળવી હતી. જ્યારે ચીને હારનો સામનો કરવો પડયો.
આ સાથે જ હવે ભારત ચાર વર્ષ માટે આ આયોગનો સભ્ય રહેશે.