રાષ્ટ્રીય

અલ-કાયદાના નિશાના ઉપર ભારતઃ ૯ ત્રાસવાદીઓ ઝડપાયા

રાષ્ટ્રીય તપાસ એજન્સીના કેરળ તથા પ.બંગાળમાં દરોડાઃ અલ-કાયદાના મોડયુલનો પર્દાફાશઃ ત્રાસવાદીઓના નિશાના ઉપર મહત્વના પ્રતિષ્ઠાનો હતાઃ NIAએ કેસ નોંધી ત્રાસવાદીઓની પુછપરછ શરૂ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે NIA એ અલ-કાયદાના મોડૂયલનો પર્દાફાશ કર્યો છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અર્નાકૂલમમાં દરોડા પાડી પર્દાફાશ કર્યો છે. આ સાથે રેડ પાડયા બાદ NIAએ અલ-કાયદાના કેટલાંક ગૂર્ગો (સંચાલકો)ને ધરપકડ કરી છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર NIAની મોટી સફળતા મળી છે. જેમાં પશ્યિમ બંગાળ અને કેરળમાંથી ૯ અલ-કાયદાનું નેટવર્ક ચલાવતાં ગૂર્ગો (આતંકવાદી)ની ધરપકડ કરી છે.

NIA દ્વારા જણાવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છેકે આ વ્યકિતઓને સોશિયલ મિડીયા પર પાકિસ્તાન સ્થિતિ અલ-કાયદા આતંકવાદીઓ દ્વારા કટ્ટરપંથી બનાવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સહિત કેટલાક સ્થાનો પર હુમલો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

અલકાયદાના નવ આતંકવાદીઓની ધરપકડ પર NIAએ કહ્યું કે આ આતંકી મોડયૂલ સક્રિય રીતે ધન એકઠ્ઠુ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું, ગેંગના કેટલાંક સભ્યો હથિયારો અને ગોળા-બારુદ ખરીદવા માટે દિલ્હીનો પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યાં હતા.

દરોડા દરમ્યાન કેરળના અર્નાકુલમથી ૩ વ્યકિતની ધરપકડ થઇ છે જયારે પ.બંગાળના મુર્શિદાબાદથી ૬ની ધરપકડ થઇ છે. અનેક સુરક્ષા પ્રતિષ્ઠાન તેઓના નિશાના પર હતાં. ધરપકડ થયેલા બધાની ઉંમર ૨૦ વર્ષ આસપાસની છે. બધા મજુર  છે આતંકી આઉટપુટ મળ્યા બાદ બધા પર નજર હતી. આજે સવારે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતાં. આંતરરાજય મોડયુલની ખબર પડતાં આ દરોડા પાડવામાં આવ્યા હતાં. NIAએ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 4 =

Back to top button
Close