ટ્રેડિંગદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકામાં લુખ્ખાતત્ત્વોની વધી ધમાલ- દ્વારકાના સિંઘમએ ઉઠાવ્યા કડક પગલાં …….

દ્વારકાના રૂપેણ બંદર પર છપરા બજાર માં રાંદલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાને કોઈ સામાજિક લુખ્ખાતત્ત્વો આવી અને તેને પરેશાન કરવા લાગ્યા હતા. માથાકૂટ કર્યા પછી ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને ધમકવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ દુકાન માલિક દ્વારકા પોલીસ સ્ટેશન પર જઈ પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલાને ફરીયાદ કરી હતી. ફરીયાદના આધારે પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલાએ દુકાન પર જઈને સીસી ટીવી ફુટેજ તપાસી ચારેય આરોપીની ધરપકડ કરી સરભરા કરી હતી.
ગજેન્દ્ર સિંહ ઝાલા, પીએસઆઇ દ્વારકા પોલીસ. લોકોને સંદેશો આપતા દ્વારકા શાંતિપૂર્ણ શહેર છે. અહી કોઇની પણ ખોટી દાદાગીરી નહી ચલાવી લેવાય, કોઇ વેપારી કે અન્ય કોઈ પણ લોકોને સમસ્યા હોય તો મારી પાસે આવી શકે છે..