
તા.07.05.2021 ના રોજ જામનગર જિલ્લાના જોડિયા ગામ માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા જોડિયા સરકારી હોસ્પિટલમાં નવી એબ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમસીભાઇ ચનીયારા.જોડિયા તાલુકા ના પ્રમુખ શ્રી ભરતભાઇ દલસાણીયા.
જોડિયા તાલુકા પંચાયત ના ઉપ.પ્રમુખશ્રી ધનસ્યામભાઇ રાઠોડ. જેઠાલાલ આઘેરા, મયુરભાઈ ચનીયારા.હાર્દિકભાઈ લીંબાણી.અને જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મણવર સાહેબ. હોસ્પિટલ ના ડો.કુમાર સાહેબ, ડો.ડાંગર સાહેબ. બ્લોક હેલ્થ ઓફીસર ડો.મલેક સાહેબ. વગેરે હાજર રહ્યા હતા. અને પૂનમબેન માડમ ના વરદ હસ્તે લિલી ઝડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને નવી એમ્બુલન્સ ની આશરે 17 લાખ રૂપિયા ની કિંમત ની છે. અને આધુનિક ટેકનોલોજી સજ્જ થયેલી છે. અને જોડિયા તાલુકાના આસપાસ ના અને છેવાળા ગામને લાભદાયી થશે..
અહેવાલ: paresh anadkat