સુરત

વરાછામાં પિતાએ પોતાની સાત વર્ષીય પુત્રીને જ હવસનો શિકાર બનાવી…

એક તરફ હાથરસમાં બનેલી ઘટના શાંત નથી ત્યાં બીજી ઘટના સામે આવી છે. સુરતના વરાછા અંકુર ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતાં પિતાએ પોતાની સાત વર્ષીય પુત્રીને જ હવસનો શિકાર બનાવી હતી. સાત વર્ષીય પુત્રીએ પિતાની હરકત વિશે માતાને જાણ કરતા માતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આજે બાળકીની માતા અને નાના-નાની બાળકીને લઈને વરાછા પોલીસે મથકે પહોંચ્યા હતા. ત્રણ દિવસ પહેલા પુત્રીએ પોતાની હવસનો શિકાર બનાવ્યા હોવાની માતાને ખબર પડી જતાં તેણે વતન માતા-પિતાને જાણ કરી હતી. બાળકી સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. સુરત આવ્યા બાદ માતાએ વરાછા પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી દીધી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + ten =

Back to top button
Close