આ જિલ્લામાં પ્રેમીપંખીડા એ ઝંપલાવીને કરી આત્મહત્યા..

ઢુણાદરાના પ્રેમીપંખીડા એ કેનાલમાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા
યુવતીની લાશ બેચરી પાસેથી જ્યારે યુવકની લીંગડા પાસેથી મળી : ગઈકાલે સવારે બન્ને ઘરેથી નીકળી ગયા હતા.
ઠાસરા તાલુકાના ટુણાદરા ગામે રહેતા એક પ્રેમીપંખીડાએ માતા-પિતા અન્ય જગ્યાએ પરણાવી દે તે પહેલાં જ કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારનો સુમારે બેચરી નજીકથી પસાર થતી કેનાલમાંથી એક યુવતીની અને લીંગડા પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા બન્ને ઠાસરા તાલુકાના ટુણાદરા ગામના હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી તેમના પરિવારજનોને જાણ કરતાં જ તેઓ આવી પહોંચ્યા હતા.
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
તપાસ કરતાં મરણ જનાર મુકેશભાઈ ઝાલા (ઉ. વ. ૨૨, ટુણાદરા તાબે લાલપુરા) અને સેજલબેન ભુપતભાઈ ઝાલા ((ઉ.વ. ૧૮) ટુણાદરા, ઝાલાના મુવાડા)ના હોવાનું જણાવ્યું હતુ. સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા. પરંતુ બન્નેનો સમાજ અને જ્ઞાતિ એક જ હોય લગ્ન શક્ય નહોતા. જેને લઈને યુવતીના લગ્ન આણંદ નજીક આવેલા રાહતલાવ ગામે નક્કી કરી દેવામાં આવ્યા હતા અને આગામી ૬ઠ્ઠી તારીખે લગ્ન પણ લેવાયા હતા. જ્યારે યુવકે મુકેશના સગાઈ લાડવેલ તાબેના દરીયાસંગના મુવાડા ખાતે કરી દેવાઈ હતી. દરમ્યાન ગઈકાલે સવારે બન્ને જણાં ઘરેથી નીકળી ગયા હતા અને મોડી રાત સુધી પરત ના ફરતા ઘરના સભ્યોએ તપાસ હાથ ઘરી હતી. પરંતુ મળી આવ્યા નહોતા. દરમ્યાન આજે સવારે બેચરી અને લીંગડા પાસેથી બન્નેની લાશો મળી આવી હતી. પોલીસના અનુમાન મુજબ ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ થોડો સમય આમતેમ ફર્યા બાદ બન્નેએ સાથ જીએંગે સાથ મરેંગેના કોલ નિભાવવા માટે કેનાલમાં ઝંપલાવી દીધું હશે.
કુંજન પાટણવાડિયા ઉમરેઠ