ગુજરાતના આ જિલ્લામાં વાવાઝોડા, કરા સાથે કમોસમી વરસાદ..

બનાસકાંઠામાં ભર ઉનાળે માવઠું,
પાલનપુર, અમીરગઢ,અંબાજી,વડગામમાં વાવાઝોડા, કરા સાથે કમોસમી વરસાદ..
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
બનાસકાંઠામાં એક અઠવાડિયા પહેલા કરવામાં આવેલ આગાહીના પગલે પાલનપુર, વડગામ, અમીરગઢ, તેમજ અંબાજી વિસ્તારમાં શનિવારે વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડા સાથે કરા વર્ષા થતાં ભરઉનાળે કમોસમી માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી, એક બાજુ કોરોના મહામારીના કહેરથી લોકો મુશ્કેલીનો અપાર સામનો કરી રહ્યા છે, જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરચક હોઈ ઓક્સિજન તેમજ રેમસેડીવર ઇન્જેક્શનને લઈ લોકોનો જીવ ખતરામાં છે, ત્યાં શનિવારે કુદરતી આફત વાવાઝોડા,કરાવર્ષા થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રિપોર્ટ,રાજુજી ઠાકોર,સુઇગામ.