સ્પોર્ટ્સ

ટી 20 વર્લ્ડ કપમાં આ બેટ્સમેન રોહિત શર્માની જગ્યા એ ઓપનિંગ કરી શકે: લક્ષ્મણ..

ટી 20 વર્લ્ડ કપની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ભારતે ઇંગ્લેન્ડનો સામનો કર્યો હતો. આ મેચ ભારત માટે સારી રહી હતી. 189 રનનો પીછો કરતા કેએલ રાહુલ અને ઇશાન કિશને ટીમ માટે ઓપનિંગ કરી અને સારી શરૂઆત કરી હતી. રાહુલે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. તે જ સમયે ઇશાન કિશને 70 રનની લડાયક ઇનિંગ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચમાં પણ તેણે 84 રનની શાનદાર અણનમ ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર વીવીએસ લક્ષ્મણે કીપર-બેટ્સમેન કિશનના ફોર્મ અંગે નિવેદન આપ્યું છે. તેને લાગે છે કે ઓપનર રોહિત શર્માનું સ્થાન ઇશાન કિશન લઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની બીજી પ્રેક્ટિસ મેચ પહેલા લક્ષ્મણે આગ્રહ કર્યો છે કે, કિશન સારા ફોર્મમાં છે અને તેના કારણે મેનેજમેન્ટ માટે તેને અવગણવો અસંભવ છે. લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, મને લાગે છે કે રોહિત શર્માને તક મળશે અને મને ખબર નથી કે તે ઈશાન કિશન કેવી રીતે ફિટ થશે. તે જે પ્રકારનું ફોર્મ બતાવી રહ્યો છે તેને જોતા તે ટીમ મેનેજમેન્ટને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવા માટે મજબુર કરી રહ્યો છે. આ ઉપરાંત, મને લાગે છે કે સૂર્યકુમાર યાદવનું નંબર 5 પર આવવું થોડું આશ્ચર્યજનક હતું, કારણ કે મને લાગ્યું કે હાર્દિક પંડ્યાને વચ્ચે થોડો વધુ સમય આપી શકાયો હોત.

લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી પ્રેક્ટિસ મેચ માટે ભારતની ટીમમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. રોહિત શર્મા પ્રથમ પ્રેક્ટિસ મેચમાં રમ્યો ન હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં નહોતો, કારણ કે આર અશ્વિન અને રાહુલ ચાહરને મોકો આપવામાં આવ્યો હતો. જોકે, પૂર્વ ક્રિકેટર લક્ષ્મણને લાગે છે કે રોહિત આગામી વોર્મ-અપ મેચમાં રમી શકે છે. તેને એમ પણ કહ્યું કે તે મહત્વનું છે કે તમામ ખેલાડીઓને રમવાનો સમય આપવામાં આવે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 12 =

Back to top button
Close