
કોરોનના કહેર ધીરે ધીરે વધતો જાય છે અને એવામાં હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે. છેલ્લી 24 કલાકમાં કુલ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા 83,341એ પહોંચી છે.
દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ સંક્રમિતદર્દીઓની સંખ્યા 39,36,747 થઈ છે. પણ રાહતની વાત એ છે કે તેમાંથી કુલ 30,37,151 લોકો સાજા થયા થઇ ગયા છે. 8,31,124 થી વધુ લોકોનો હજુય ઉપચાર ચાલી રહ્યો છે. પરંતુ સાજા થવાનો દર 77.1 ટકા પર પહોંચ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,659 લોકો સાજા થયા છે.

પણ દુઃખદ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 1,096 લોકોના મૃત્યુ થયા છે એ સાથે કુલ મૃત્યાંક 68,472 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,69,765 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધી દેશમાં 4,66,79,145 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે અને એવામાં ગુજરાતમાં ગઈકાલે રાત સુધી 1,325 નવા કેસ નોંધાયા છે. કેસ નોંધાયાજેની સામે 1,126 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 દર્દીનાં મૃત્યુ થયા છે. એની સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,064 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,00,375 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,131 છે.