દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,357 નવા કેસ નોંધાયા, 1045 દર્દીનાં મોત.

ભારતમાં કોવિડ -19 કેસ 37 લાખને પાર થઈ ગયા છે. બુધવારે ફરી એકવાર કોરોના ચેપના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે એક જ દિવસમાં 78,357 નવા કેસ નોંધાયા હતા. તો સાજા થનારા લોકોની સંખ્યા 29 લાખથી વધુ થઈ ગઈ છે.
બુધવારે સવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,045 ના મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 66,333 થઈ ગઈ છે. દેશમાં કેસો વધીને 37,69,524 થયા છે. જેમાંથી 8,01,282 લોકો સારવાર લઈ રહ્યા છે અને 29,01,909 લોકોએ કોરોનાને માત આપી છે. ચેપના કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, 1 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં કુલ 4,43,37,201 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે એક જ દિવસે 10,12,367 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.