શહેરા તાલુકાના સાજીવાવ ગામે પ્રેમીપંખીડાએ ફાસો ખાઈ જીવન ટૂકાવ્યુ

પંચમહાલ જિલ્લા ના શહેરા તાલૂકામાં પ્રેમીપંખીડાઓની ફાસો ખાઇને જીવનને અલવિદા કરી દેવાની ઘટના બની છે.જેમા મરણ જનાર યુવાનની ઉમર ૨૦ વરસ તથા મરણ જનાર છોકરી સગીર છે.બંનેની લાશ સાજીવાવ ગામમા જંગલ વિસ્તારમાથી મળી આવતા ચકચાર મચી જવા પામેલ છે. હાલમા શહેરા પોલીસ ફાસો ખાધેલી જગ્યા પર પહોચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઇને પંથકમા ચકચાર મચેલ છે.શહેરા તાલુકામા પ્રેમસંબધમાં લાગણી વશ થઇને ફાસો ખાઈ જવાના બનાવને લઇને ચકચાર મચી જવા પામેલ હતી.
શહેરા તાલુકાના સાજીવાવ ગામ પાસે આવેલા જંગલમા બે પ્રેમીંપંખીડાઓ એ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.સાજીવાવ ગામના જંગલમા તેમની ગળે ફાસો ખાધેલી હાલતમા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ પરિવારજનો ને થતા તેઓ ઘટનાસ્થળે પહોચીને શહેરા પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આવીને બંનેની લાશ ઉતારીને પોસટમોર્ટમ માટે શહેરા ખસેડી હતી.મરનાર યુવકનૂ નામ મહેન્દ્રભાઈ નાયક જ્યારે મરણજનાર યુવતી સગીર હોવાનુૃ જાણવા મળેલ છે.પોલીસે આ મામલે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this