ગુજરાતનાં હજુ ઍક ગામમાં ગ્રામ પંચાયત દ્વારા એક સપ્તાહનું કોરોનાને લઈ જાહેરનામું…

સુઇગામ ગ્રામ પંચાયત દ્વારા એક સપ્તાહનું કોરોનાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
સુઈગામ ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારીને લઈ સાવચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દુકાનો ખોલવાનો સમય નિર્ધારિત કર્યો છે,સુઇગામ ના વેપારીઓ ધંધાર્થીઓ તેમજ અગ્રણીઓ સાથેની બેઠક બાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અંતર્ગત સુઇગામ ગ્રામ પંચાયત દ્વારા કોરોના સામે સાવચેતીના ભાગરૂપે એક અઠવાડિયાના શિડયુલ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો,ધંધા રોજગાર ચાલુ રાખવા અને બપોરબાદ લોકડાઉન પાળવા તાકીદ કરાઈ છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
જેમાં તા.18 એપ્રિલથી 24 તારીખ સુધી ગામની તમામ દુકાનો, કે વેપારી પેઢીઓ સવારે 8થી2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની વળી તા.20,22 અને 24 એપ્રિલના દિવસે ત્રણેય દિવસ દુકાનો સંપૂર્ણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે, દરેક નાગરિકો ફરજિયાત માસ્ક પહેરી સીસીયલ ડિસ્ટન્સ જાળવે અને બીનજરૂરી બહાર નીકળવાનું ટાળે, તેમજ ભીડથી દુર રહે તેવી અપીલ કરાઈ છે.
આ પણ વાંચો..
( સુઇગામ માં ગ્રામ પંચાયતના નિર્ણયને આવકારી વેપારીઓએ બપોરબાદ દુકાનો બંધ કરતાં લોકડાઉન જેવો માહોલ.

સુઇગામ ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારીને લઈ જિલ્લામાં અને ખાસ કરીને સુઇગામ તાલુકામાં વધતા કોરોનાના કેસોને લઈ સાવચેતીના ભાગરૂપે શનિવારે TDO કાજલબેન આંબલિયા અને સરપંચ વિહાજી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી વેપારીઓ અને આગેવાનોની બેઠકમાં તલાટી શીતલબેન રાઠોડે રવિવારથી બપોરે બે વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાની જાહેર નોટિસ અને સુચનાને પગલે બે વાગ્યા બાદ દુકાનો બંધ કરી ધંધા રોજગાર બંધ રાખતાં બજારમાં તમામ દુકાનો બંધ જોવા મળી હતી,અને લોકોની બિનજરૂરી અવરજવર પણ જોવા ન મળતાં સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.)