ગુજરાત
કલ્યાણપુરમાં કેફી પીણું પીધેલી હાલતમાં બે વાહન ચાલકો ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા અજુ માણસી શાખરા નામના 42 વર્ષીય યુવાનને પોલીસે ગત રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર મોટર સાયકલ પર સર્પાકારે બાઈક ચલાવતા ઝડપી લઇ, તેની સામે આઈ.પી.સી. કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.

જ્યારે કલ્યાણપુર તાલુકાના ગોકુલપર ગામે રહેતા યોગેશ ઉર્ફે જગો ઉકાભાઇ પરમાર નામના 29 વર્ષીય સતવારા યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં બાકોડી ગામના પાટિયા પાસેથી પોલીસે મોટરસાયકલ પર થતાં ઝડપી લઈ, તેની સામે પણ કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.