ગુજરાત

સિંગતેલમાં બે દિવસમાં જ રૂ. 80 નો વધારો!

પંદર કિલો તેલના ડબ્બાના વધુ રૂ.30 નો ડામ

સિંગતેલમાં સતત તેજી જોવા મળી રહી છે. રૂ. 80 નો વધારો થયા બાદ ભાવ વધ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂ. 2300 એ પહોંચ્યો છે. હોટેલ, રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ તેલમાં ડિમાન્ડ નિકળી હતી. તેલિયા રાજાઓએ આ તકનો લાભ લેતા બજાર ઊંચકાઈ હતી અને ભાવમાં વધારો થયો હતો.

ગુજરાતના નેતાઓ અને ધનાઢ્ય લોકો સિવાય તમામની ચિંતા વધારી દેતા આ ભાવવધારાનો સિલસિલો મગફળીના ઢગલા થતા હોય ત્યારે સીઝનના આરંભે જ શરુ કરી દેવાયો છે. આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ આડે આઠ દિવસ બાકી છે અને બીજી તરફ કેટલાક લોકો મોંઘુ સિંગતેલ વેચાય તો ખેડૂતોને  મગફળીના પૂરા ભાવ મળે તેવી દલીલ કરી રહ્યા છે તે સ્થિતિમાં ગુજરાતની ભાજપ સરકાર  અને વિપક્ષ બન્નેના નેતાઓના આ અસહ્ય ભાવવધારા પ્રતિ આંખ મિચામણાં શંકાજનક છે. 

આ ભાવ વધારા માટે ‘સોમા’ તો ચૂપ છે પણ એક અભ્યાસુ ઓઈલ મિલર (૧) સિંગતેલનો વધેલો વપરાશ (૨) ચીન દ્વારા આ વર્ષે મગફળીની વધારે ખરીદી (૩) દક્ષિણ ભારતમાં સન ફ્લાવરનો પાક ઓછો થવાથી સિંગતેલ તરફનું વલણ અને (૪) રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ વધારી અંતે મિલરોને ઉંચા ભાવે મગફળીનું વેચાણ વગેરેને કારણભૂત ગણે છે. બીજી તરફ,સરકારની રાહતો, યોજનાઓ, ટેકાના ખરીદીનો મોટાભાગના ખેડૂતોને પુરતો લાભ મળતો નથી તે કારણે મગફળીનું વાવેતર, પાકની પડતર ઉંચી જાય છે. વળી, ખેડૂતો માર્કેટયાર્ડમાં જે ભાવે માલ વેચે છે તેમાં તો નજીવો વધારો થાય છે પરંતુ, સિંગતેલમાં તેના કરતા ઘણો વધારે વધારો કરી દેવાય છે. કેટલાક એવું સમજાવે છે કે મોંઘુ સિંગતેલ વેચાય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. કિસાનસંઘના એક નેતાની આવી અપીલ વાયરલ પણ થઈ છે. કિસાન સંઘે ખેડૂતોના અનેક પ્રશ્નો ઉકેલાયા નથી તે માટે અનેકવાર રજૂઆતો કરી છે તે સર્વવિદિત છે. સિંગતેલના ભાવવધારાનો આ સિલસિલો આગળ વધતો રહેશે તો જે ગરીબ-મધ્યમવર્ગને આ તેલ પરવડતું નથી તેઓ અન્ય તેલ તરફ વળવાની, ભેળસેળ થવાની પણ શક્યતા છે. 

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + two =

Back to top button
Close