જાપાન માં ટિ્વટર કિલરે 9 હત્યા કરી મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા

જાપાનમાં એક શખ્સે 9 લોકોની હત્યા કરી તેમના મૃતદેહોના 240 ટુકડા કરીને ફ્રિજમાં મૂકી દીધા. તકાહિરો શિરૈશી નામનો આ આરોપી શખસ ‘ટિ્વટર કિલર’ નામથી મશહૂર છે. તેને કોર્ટમાં રજૂ કરાતાં તેણે તેનો ગુનાહ કબૂલી લીધો.
સુનાવણી મા કોર્ટે કહ્યું કે શિરૈશી દોષિત ઠરશે તો તેને ફાંસીની સજા કરાશે. શિરૈશીના વકીલે દલીલ કરી કે “તેની વિરુદ્ધના આરોપો ઘટાડવામાં આવે, કેમ કે હત્યાનો શિકાર બનેલા તમામ લોકોએ પોતાની હત્યા કરવા મંજૂરી આપી હતી. તમામ 9 મૃતકોએ સોશિયલ મીડિયા પર આપઘાત અંગે લખ્યું હતું. ત્યાર બાદ શિરૈશીએ તેમની હત્યા કરી. શિરૈશી સામેના આરોપોને ‘સંમતિથી હત્યા’ માં ફેરવી દેવામાં આવે.”
સ્થાનિક મીડિયા અનુસાર, તેવું થાય તો દોષિતને 6 મહિના થી 7 વર્ષ ની જેલ થઇ શકે છે. શિરૈશીનો મત તેના વકીલથી જુદો છે. તે કોર્ટ સમક્ષ કહેશે કે તેણે મૃતકોની સંમતિ વિના જ તેમની હત્યા કરી છે. જાપાનમાં દર વર્ષે અંદાજે 20 હજાર લોકો આપઘાત કરે છે.
શિરૈશી સામે આરોપ છે કે તે ટિ્વટરનો ઉપયોગ કરીને તમામ મૃતકોનો સંપર્કમાં કર્યો હતો. બધા મૃતક લોકોની ઉંમર 15-26 વર્ષની વચ્ચે હતી. તેમણે ઓનલાઇન આપઘાત અંગે પોસ્ટ લખી હતી. શિરૈશીએ તેમનો સંપર્ક કરીને તેમને કહ્યું કે હું આપઘાત કરવામાં તમારી મદદ કરી શકું છું.