સ્પોર્ટ્સ
આઇપિએલમાં: હિટમેને ૫,૦૦૦ રન પૂરા કરતા ત્રીજો બેટ્સમેન બન્યો..

રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિતે પંજાબ સામે ચોગ્ગો ફટકારતાની સાથે આઈપીએલમાં 5 હજાર રનપ પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે આઈપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન છે.

તેની પહેલા વિરાટ કોહલી અને સુરેશ રૈના આ કમાલ કરી ચુક્યા છે. પરંતુ રોહિત શર્માએ સુરેશ રૈના અને વિરાટ કોહલી કરતા વધુ મેચ રમી છે. બેંગ્લોરના વિરાટ કોહલીએ ૧૮૦ મેચની ૧૭૨ ઇનિંગ્સમાં પાંચ સદી વડે ૫,૪૩૦ રન તથા સુરેશ રૈનાએ ૧૯૩ મેચની ૧૮૯ ઇનિંગ્સમાં ૫,૩૬૮ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પાંચ હજાર રન પૂરા કરવા માટે ૧૯૨ મેચ અને ૧૮૭ ઇનિંગ્સનો સમય લીધો હતો.