દ્વારકામાં ફરી એક વખત કોરોના સંક્રમિત દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા કરવામાં આવી ખુલ્લેઆમ લૂંટ સામે આવી..

ગુજરાત 24 ન્યૂઝ ઈમ્પેક્ટ ..લુટાયેલા લોકો સામે આવ્યા અને ફરીયાદ કરવા લાગ્યા…
થોડા દિવસ પહેલા જ દ્વારકાના એક એમ્બ્યુલન્સ ચાલકે માનવતા નેવે મૂકીને દ્વારકાના કોરોના દર્દીને ખંભાળીયાથી જામનગર હોસ્પિટલ 60 કિલોમીટર લઈ જવાના રૂપિયા દસ હજારનું ધરાર ઉઘરાણું કર્યું હોવાની એક ઘટના સામે આવી હતી.જે ગુજરાત 24 ન્યુઝમાં આવતા, દર્દીને એમયુલન્સ માલીકે દશ હજાર પરત કર્યા હતા.
એ વાતને હજુ 2 થી 3 દિવસ વિત્યા અને આવી જ અન્ય ઘટના ફરી સામે આવી છે. દ્વારકા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત થયેલ દર્દીઓને ખંભાળિયા અને જામનગર હોસ્પિટલમાં જવા માટેના સૂચનો આપે છે. સૂચનોનું પાલન કરતાં એ કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલને સરકાર તરફથી આપવામાં આવેલ એમ્બ્યુલન્સમાં બેસી અને સારવાર માટે ખંભાળિયા અથવા તો જામનગર પંહોચે ત્યારે એમયુલન્સના કર્મચારી કમરતોડ ભાડાની માંગ કરવામાં આવે છે.
કોરોના મહામારી વચ્ચે દરેક વર્ગના લોકો સહેલાઈથી સારવાર મેળવી શકે આ અર્થે સરકારે દ્વારા રાજ્યના દરેક જીલ્લાઓ અને ગામોની હોસ્પિટલમાં વિના મૂલ્યે દર્દીઓને સારવાર આપવા માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પણ આ સેવાનો દ્વારકા પંથના એમ્બ્યુલન્સના કર્મચારીઑ ખોટો ફાયદો ઉઠાવે છે અને દર્દીઓ પાસે ગેરકાયદેસર ભાડાની માંગણી કરાતા,આ ગેરકાયદેસર ભાડાની વસૂલી સામે લોકોએ અવાજ ઉઠાવવાની શરૂઆત કરી છે.
દ્વારકાના એમયુલન્સ અધિકારીઓએ આ લોકો પાસે હજારો રૂપિયા ભાડાના નામે વસુલ્યા છે પણ હવે આ દર્દીઓ પોતાનું ભાડું પાછું મેળવવા માટે સરકારને અરજી કરી રહ્યા છે. કોરોના પોજીટીવ દર્દી વસંતબેન ગોકાણી પાસે ગેરકાયદેસર રીતે 11,000 રૂપિયા ભાડું એમયુલન્સ કર્મચારીઓ વસુલ્યુ હતું. જગદીશભાઇ પાસે 9,000, બીપીનભાઈ પાસે 10,000 , સવિતાબેન પાસે 9,500 અને કુસુમબેન પાસે 8000 રૂપિયા ભાડા સ્વરૂપે વસુલવામાં આવ્યા છે. આ તમામ લોકો દ્વારકા કલેકટર પાસે ફરીયાદ કરવા ધસી ગયા છે. અને તેમના પૈસા પરત અપાવવા તથા આ એમયુલન્સની માન્યતા રદ્દ કરવા માંગણી કરવામાં આવી છે.