દેવભૂમિદ્વારકા જિલ્લામાં તંત્ર આંખ આડે કાન ધરીને કરે છે કામગીરી-વર્ષોથી ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગણી..

- ઊંઘતું તંત્ર અને રાહ જોતાં નાગરિકો
- વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાની માંગણીનો ઠરાવ થઈ ગયો છે પસાર પણ તંત્રએ ધર્યા આંખ આડા કાન
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં જિલ્લાની તમામ કચેરી આવેલ છે અને તેને કારણે ત્યાં લોકોની અવરજવર પણ ખૂબ જ રહે છે. ખંભાળિયામાં પ્રવેશવા માટે એક રેલવે ફટાફ ઓળંગવું પડે છે.

ખંભાળિયા રેલવે સ્ટેશન નજીકના ફાટક પર બ્રિજના અભાવે ટ્રેન આવવાના સમયે મિનિટો સુધી ટ્રાફિક જામ થાય છે. ઉપરાંત એ ફાટકને છોડની બંને બાજુ ટુ લેન રોડ હોવાથી એ ફાટક ટ્રેનની અવરજવર સમયે વાહનોના થપ્પા જામ થઈ જાય છે.
એ સાથે જ ફાટક ખૂલતાં રસ્તો ઓળંગવાની ઉતાવળમાં ઘણા સમયે નાના-મોત એક્સિડન્ટ પણ થઈ જાય છે. આ નાની-નાની સમસ્યા કોઈ વિકરાળરૂપ લઈ લે એ પહેલા શહેરીજનો એ ત્યાં ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી હતી. અને નગરપાલિકાએ સામાન્યસભામાં બ્રિજ બનાવવા ઠરાવ પણ પસાર કર્યો હતો.
એ વાતને વર્ષો વીતી ગયા પણ હજુ સુધી તંત્રએ કોઈ પણ કામગીરી હાથે ધરી નથી. લાગે છે કએ તંત્ર આ બાબતે આંખ આડા કાન ધરીને ઊંઘી ગયું છે.