ગુજરાત

ભાવનગરમાં હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા.

આ ઘટના જેસરના વીરપુર ગામની છે. હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા જેમાં 3 લોકોનો બચાવ થયો છે. જ્યારે 2 યુવાનોના મોત નિપજ્યાં છે.

તળાવના સામા કાંઠે આવેલી વાડીએ થી હોડીમાં બેસી 5 લોકો પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક તળાવની વચ્ચે હોડી પલટી મારી ગઇ હતી. હોડી પલટી મારી જતા તેમાં બેસેલા 5 વ્યક્તીઓ ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્રીત થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મોડી રાત્રે જેસરના સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક હમીરભાઇ અને પ્રતાપસિંહ બંને મોણપર ગામના રહેવાસી છે. જેમના મોતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે શોક વ્યાપી ગઇ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close